ભારતમાં 80 ટકા બાળકોને પોષક આહાર મળતો નથી: UNICEF

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

UNICEFના એક અહેવાલ મુજબ ભારતમાં 80 ટકા બાળકોને પોષક આહાર મળતો નથી. માત્ર દસ ટકા બાળકોજ રોજ ફળો અને ઇંડાં ખાઇ શકે છે. કિશોર-કિશોરીઓના શરીરમાં વિટામિન એ, વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન ડી જેવાં તેમજ આયર્ન અને ફોલેટ જેવાં પોષક તત્ત્વો જોવા મળ્યાં નથી.

UNICEFનો આ રિપોર્ટ તાજેતરમાં પ્રગટ થયેલા કોમ્પ્રિહેન્સીવ નેશનલ ન્યૂટ્રીશન સર્વે પર આધારિત છે. UNICEFના રિપોર્ટને ‘એડોલ્સન્ટઃ ડાયેટ એન્ડ ન્યૂટ્રીશનઃ ગ્રોઇંગ વેલ ઇન અ ચેંજિંગ વર્લ્ડ’ ટાઇટલ અપાયું હતું.

આ રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે ભારતમાં 80 ટકાથી વધુ બાળકોને પોષક આહાર મળતો નથી.  માત્ર દસ ટકા બાળકો રોજ નિયમિત રૂપે ફળો અને ઇંડાં ખાય છે. 25 ટકાથી વધુ કિશોર-કિશોરીઓ અઠવાડિયે એકવાર પણ લીલાં શાકભાજી ખાતાં નથી.

રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ આવક વધવાથી પોષક આહાર વધુ લઇ શકાય એમ છે પરંતુ એને બદલે ભારતીય કિશોર કિશોરીઓ જંક ફૂડ, તળેલી વાનગીઓ અને સ્વીટ્સ વધુ ખાતાં થયાં છે એટલે 17થી 19 વર્ષનાં આ કિશોરોમાં ડાયાબિટિસ અને હાર્ટના પ્રોબ્લેમ્સ વધેલા જોવા મળ્યાં હતાં.

19 ટકા કિશોરોમાં અને 40 ટકા કિશોરીઓમાં એનિમિયાની અસર પણ જોવા મળી હતી.