અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા મૂળ ભારતીય તુલ્સી ગબ્બારડની જોહરાત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

– ચાર વખતની ડેમોક્રેટ સાંસદ યુએસ કોંગ્રેસમાં ચૂટાઇ આવનાર પ્રથમ હિન્દુ મહિલા

(પીટીઆઇ) વોશિંગ્ટન,તા. 12 જાન્યુઆરી 2019, શનિવાર

 યુએસ કોંગ્રેસમાં ચૂંટાયેલી પ્રથમ હિન્દુ મહિલા અને ચાર વખતની ડેમોક્રેટ્સ સાંસદ તુલ્સી ગબ્બારડે એ  રિપબ્લીકન પ્રમુખ ટ્રમ્પ સામે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.૩૭ વર્ષની તુલ્સીએ કહ્યું હતું કે એકાદ સપ્તાહમાં તેઓ ચૂંટણી લડવાની વિધિવત જાહેરાત કરશે. ડેમોક્રેટ પક્ષમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરનાર સેનેટર એલિઝાબેથ વારેન પછી ઇરાક યુધ્ધની વેટરન તુલ્સી ગબ્બારડ બીજી મહિલા છે.

વર્ષ ૨૦૨૦માં ટ્રમ્પને પડકારવાની લડાઇમાં વ્હાઇટ હાઉસની દાવેદારોમાં ભારતીય મૂળની કેલિફોર્નિયાની કમલા હેરિસ સહિત ૧૨ મહિલા સાંસદોએ પોતાની ઉમેદવારીની  જાહેરાત કરે તેવી શક્યતા છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટ્ટીવમાં ચાર વખતના ડેમોક્રેટસ સાંસદ તુલ્સી ગબ્બારડે  કહ્યું હતું કે’ મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.  આગામી એકાદ સપ્તાહમાં હું વિધિવત તેની જાહેરાત કરીશ’.

પ્રમુખ તરીકે મારે સેવા આપવા માટેના અનેક કારણો છે. દરેક અમેરિકનને આરોગ્યની સેવાઓ મળવી જોઇએ. તેમના માટે સર્વગ્રાહી ઇમિગ્રશન સુધારા હોવા જોઇએ, પીવાનું સ્વચ્છ પાણી મળે અને આગામી પેઢી માટે સ્વચ્છ હવા મળે તેની આપણે ખાતરી આપવાની છે. ભાંગી ગયેલા અમેરિકાની ન્યાયીક પ્રથાને સીધી કરવાનો પણ મારો પ્રયાસ રહેશે તેમજ વોશિંગ્ટનમાં ખાસ લોકોના હિતને તેમજ ભ્રષ્ટાચારને દૂર કરવાનો પણ તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

‘ પરંતુ હું એટલા માટે ચૂંટણી લડીશ કે તમારા માટે મહત્તવનો હોય તે મુદ્દા માટે ચૂંટણી લડીશ. યુધ્ધ અને શાંતિ. આગામી દિવસોમાં હું આ મુદ્દે તમારી સાથે ાવાત કરીશ. જ્યારે આપણે સાથે ઊભા રહીશું, એક બીજા માટે  આપણા પ્રેમ અને દેશ માટેની ભક્તિ મારા માટે મહત્ત્વના છે’એમ તેમણે કહ્યું હતું.