કેન્દ્ર સરકારે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા નિર્ભયાના દોષીતોની ફાંસી પર આગામી આદેશ સુધી સ્ટે આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટમાં રવિવારે આ મામલે વિશેષ સુનાવણી થઇ. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુંકે દોષી પવન જાણી જોઇને દયા અરજી દાખલ નથી કરી રહ્યો. આ કાયદેસર આદેશને કુંઠિત કરવાનો મનસૂબો છે. શનિવારે હાઈકોર્ટે આ મામલે ચાર દોષિતો સાથે તિહાર જેલ પ્રશાસન અને ડીજી જેલને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું- દોષિતો કાયકાકીય પ્રક્રિયાનો ખોટો ફાયદો લઈ રહ્યા છે. તેઓ એક-એક કરીને કાયદાકીય બચાવના નુસખા અપનાવી રહ્યા છે. જેથી આ ગંભીર ગુનાથી બચી શકે. ફાંસીમાં જરાય પણ વિલંબ ન કરવાની અપીલ પર કેન્દ્રએ કહ્યું- તેલંગાણામાં લોકોએ રેપના દોષિતોના એન્કાઉન્ટરની ઉજવણી કરી હતી. લોકોની આ ઉજવણી પોલીસ માટે ન હતી પરંતુ તે ન્યાય માટે હતી. દોષિતો તરફથી વકીલ રેબેકા જોને દલીલ કરી કે જો દોષીતોને મોતની સજા એક સાથે મળી છે તો તેમને ફાંસી પણ એક સાથે મળવી જોઇએ. હાઇકોર્ટે આ મામલે ચૂકાદો અનામત રાખ્યો છે.
કેન્દ્રએ કહ્યું- દોષિતો સતત કાયદાકીય પ્રક્રિયાનો દૂરઉપયોગ કરી રહ્યા છે
મહેતાએ કહ્યું- દોષિતોએ ફાંસી ટાળવાની અરજી શુક્રવારે ટ્રાયલ કોર્ટમાં કરી હતી. તેમાં કોઈ પણ કારણ નહતું કે જેની ન્યાયિક તપાસ બાકી હોય. આ કેસ ગંભીર ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે જેમાં દોષિતો સતત કાયદાની પ્રક્રિયાનો દૂરઉપયોગ કરી રહ્યા છે. આ ખૂબ દુખદ વાત છે કે, દરેક કાયદાકીય વિકલ્પ ખતમ થયા પછી પણ દોષિતો ફાંસી ટાળવા માટે કોર્ટમાં વારંવાર અરજી કરી રહ્યા છે. જો આ રીતે જ પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે તો આ કેસ કદી ખતમ જ નહીં થાય.
તિહાર જેલે કહ્યું હતું- અલગ અલગ ફાંસી આપી શકાય
શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની પાંસી પર આગામી આદેશ સુધી સ્ટે જાહેર કર્યો હતો. શુક્રવારે પટિયાલા કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી કે દોષિતોને 1 ફેબ્રુઆરી (શનિવારે) સવારે 6 વાગે ફાંસી આપી શકાશે કે નહીં. આ દરમિયાન દોષિતોમાં સામેલ અક્ષય, પવુ અને વિનયની અરજી પર તિહાર પ્રશાસને કહ્યું હતું કે, દોષિતોને અલગ અલગ ફાંસી આપી શકાય છે. જોકે કોર્ટે કહ્યું હતું કે, આ દેશની કોર્ટો કાયદાકીય વિકલ્પોમાં કોઈ પણ દોષી સામે ભેદભાવ કરી શકે નહીં.
વકીલે કહ્યું હતું- દોષિતો પાસે કાયદાકીય વિકલ્પ
દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, એક દોષીની અરજી પેન્ડિંગ હોય ત્યારે બાકીના દોષિતોને ફાંસી આપવી ગેર કાયદે. હજી દોષિતો પાસે દયાની અરજી સહિત અન્ય કાયદાકીય વિકલ્પો બાકી છે. જ્યારે નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું હતું કે, 7 વર્ષ પહેલાં તેમની દીકરી સાથે ગુનો કરવામાં આવ્યો હતો અને સરકાર વારંવાર દોષિતો સામે ઝૂકી રહી છે.
દોષી અક્ષયે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી, મુકેશ-પવનની ફગાવાઈ
શનિવારે દોષી અક્ષય ઠાકુરે પણ રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી છે. આ દરમિયાન દોષી વિનય શર્માની અરજી ફગાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ કોવિંદે મુકેશ સિંહની દયા અરજી 17 જાન્યુઆરીએ ફગાવી દીધી છે. આ નિર્ણયની ન્યાયિક સમીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પણ ફગાવી દેવામાં આવી છે. હવે મુકેશ પાસે ફાંસીથી બચવા માટે કોઈ વિકલ્પ નથી. માત્ર દોષી પવન ગુપ્તા પાસે ક્યુરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ છે. શુક્રવારે તેણે ગેંગરેપ સમયે સગીર હોવાની અજી હાઈકોર્ટમાં કરી હતી. તે પણ નકારી દેવામાં આવી છે.
ચારેય દોષિતોની અત્યારે શું સ્થિતિ
મુકેશ સિંહ અને વિનય શર્માના બંને વિકલ્પ (ક્યુરેટિવ પિટીશન અને દયાની અરજી) ખતમ થઈ ગયા છે
અક્ષય ઠાકુરની ક્યુરેટિવ પિટીશન ફગાવી દેવામાં આવી છે. તેની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે વિચારાધીન છે.
પવન ગુપ્તાએ ન તો ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે ન રાષ્ટ્રપતિને દયાની અરજી કરી છે.

