નહેરુની ભૂલને કારણે કાશ્મીરમાં આતંકવાદ : અમિત શાહ

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભામાં દેશના ગૃહ મંત્રી તરીકે પોતાના પ્રથમ ભાષણમાં અમિત શાહે કૉંગ્રેસ અને નેહરુ પર શાબ્દિક હુમલો કર્યો.

શાહે કહ્યું કે કાશ્મીરમાં જે આતંકવાદની સ્થિતિ બનેલી છે તેની પાછળ દેશના પ્રથમ વડા પ્રધાન નહેરુ જવાબદાર છે.

શાહે કહ્યું, “એક તૃતીયાંશ કાશ્મીરની જનતા આપણી સાથે નથી. તેની પાછળ જવાબદાર કોણ છે?”

શાહે એવું પણ કહ્યું કે જ્યારે પાકિસ્તાનના ઘૂસણખોરો કાશ્મીરના ધસી આવ્યા હતા, ત્યારે નેહરુએ તેમને ખદેડવાની વિરુદ્ધમાં પગલાં લીધાં.

તેમણે કહ્યું, “એ નહેરુ હતા જેમણે કાશ્મીરનો હિસ્સ પાકિસ્તાનને આપ્યો.”