ગયા વર્ષની ચેમ્પિયન એર ઈન્ડિયાની ભક્તિ કુલકર્ણીએ 46મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશીપના દસમા રાઉન્ડમાં તમિળનાડુની પ્રિયંકાને હરાવીને એક રાઉન્ડ રહેતા આ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. મહિલા ગ્રાન્ડમાસ્ટર ભક્તિ 69 ચાલમાં જીતી ગઈ હતી.જ્યારે તેમાંથી તેની પાસે દસમાંથી સાડાનવ અંક થયા હતા. જ્યારે તેની નજીકની હરીફ દિલ્હીની વંતિકા અગ્રવાલ તેનાથી દોઢ અંક પાછળ છે. જ્યારે વંતિકા આઠ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે, જેણે ત્રણ વખત રાષ્ટ્રીય ચેમ્પિયન મેરી અન ગોમ્સને હરાવી હતી. મહારાષ્ટ્રની મૃદુલ દેહંકરે છ વખતની ચેમ્પિયન એસ વિજયલાક્ષ્મીને હરાવી મહિલા આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો.

