મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની DPS ઇસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું કે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા દેવાશે.
રાજ્ય સરકારે DPS મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇને રાજ્ય સરકારના ઈતિહાસમાં પ્રથમવાર આ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય શાસનની જનહિત જવાબદારી રૂપે આ નિણર્ય કરવામાં આવ્યો છે.

