હૈદરાબાદ એન્કાઉન્ટર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ, CJIએ કહ્યું- બદલાની ભાવનાથી ક્યારેય ન્યાય ન કરાય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર વિશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગેંગરેપના આરોપીઓને એન્કાઉન્ટરમાં મારવાની ઘટનાની નિંદા કરી છે. જોધપુરના એક કાર્યક્રમમાં જસ્ટિસ એસ.એ બોબડેએ કહ્યું છે કે, ન્યાય ક્યારે ઉતાવળ કે ઉશ્કેરાટમાં ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે, જો ન્યા બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે તેનું મૂળ ચરિત્ર ગુમાવી દે છે.

જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની નવી ઈમારતના ઉદ્ધાટન સમારોહમાં જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે, હું નથી માનતો કે ન્યાય ક્યારેય ઉતાવળમાં કરવો જોઈએ. હું માનુ છું કે, ન્યાય જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે તેનું મૂળ સ્વરૂપ ગુમાવી દે છે. તેમણે કહ્યું કે, ન્યાયને ક્યારે બદલાની સ્વરૂપ ન આપવું જોઈએ.

નોંધનીય છે કે તેલંગાણામાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના 4 આરોપીઓના એન્કાઉન્ટર સામે સવાલ ઉભા થવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટમાં શનિવારે આ મામલે અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર, તપાસ અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. અરજી કરનાર એડ્વોકેટ જીએસ મણિ અને પ્રદીપ કુમાર યાદવે કહ્યું છે કે, આ મામલે પોલીસે 2014ની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન નથી કર્યું.

એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટની 2014ની ગાઈડલાઈન્સ

  • એન્કાઉન્ટર થયા પછી તેની એફઆઈઆર દાખલ થવી જરૂરી છે. એન્કાઉન્ટરમાં મારવામાં આવેલા લોકોની પરિવારને તુરંત સુચના આપવાની હોય છે. દરેક મોતની મેજિસ્ટ્રેટ તપાસ થાય છે. એન્કાઉન્ટરની તપાસ સીઆઈડી ટીમ અથવા અન્ય પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવે છે. આ તપાસ એન્કાઉન્ટર સામેલ ટીમના પ્રમુખ કરતાં એક સ્ટેપ ઉંચા પદાધિકારીના અંતર્ગત થાય છે.
  • એન્કાઉન્ટરમાં થનારી મોતની માહિતી રાષ્ટ્રીય માનવધિકાર આયોગ અથવા રાજ્ય માનવધિકાર આયોગને આપવી જરૂરી હોય છે.

જયા બચ્ચન અને સ્વાતિ માલીવાલ પર કાર્યવાહીની માંગણી
આ સીવાય સુપ્રીમ કોર્ટમાં વકીલ એમએલ શર્માએ એન્ટાઉન્ટરની તપાસ માટે ન્યાયલયની દેખરેખમાં એસઆઈટી ગઠિત કરવાની માંગણી કરી છે. તેમણે પોલીસની કાર્યવાહીને સમર્થન આપવા માટે જયા બચ્ચન અને દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલિવાલ વિરુદ્ધ પણ અરજી દાખલ કરી છે.

તેલંગાણા હાઈકોર્ટ કેસની માહિતી લઈ ચૂકી છે
મારવામાં આવેલા આરોપી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. આ મામલે તેલંગાણા હાઈકોર્ટ શુક્રવારે જ માહિતી મેળવી ચૂક્યુ છે. તેલંગાણાના એડ્વોકેટ જનરલ રાતે 8 વાગે હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચ સામે રજૂ થયા હતા. તેમણે જણાવ્યું કે, આરોપીઓની પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. કોર્ટે આદેશ આપ્યો છે કે, વીડિયોની સીડી અથવા પેન ડ્રાઈવને મહેબૂબનગરના મુખ્ય જિલ્લા જજને આપવામાં આવશે. ત્યારપછી તેને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આપવામાં આવશે.

પોલીસનો દાવો-રી-ક્રિએશન દરમિયાન આરોપીઓને મારવામાં આવ્યા
તેલંગાણામાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ કરનાર ચારેય આરોપીઓને પોલીસે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. તે લોકોને ત્યાં જ મારવામાં આવ્યા છે જ્યાં પીડિતાને જીવતી સળગાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે રી-ક્રિએશન દરમિયાન આરોપીઓએ હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ દ્વારા આત્મરક્ષા માટે કરવામાં આવેલી ફાયરિંગમાં ચારેય આરોપીઓને ઠાર કરવામાં આવ્યા છે.