તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરની રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલા 44 વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડ પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. ત્યાર બાદ 7 ડિસેમ્બરના રોજ બગસરાના સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ (ઉ.વ.40)નામના ખેતમજૂરને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આજે હાથમાં બંધુક લઈ દીપડાઓને ભડાકે દેવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાક્રમ વચ્ચે દીપડાઓને પાંજરે પુરવા માટે સરકારે કડક સૂચના આપી છે. બગસરા વિસાવદરમાં 8 માસમાં 13 દીપડા વનવિભાગે પાંજરે પૂર્યા હોવાછતાં દીપડાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ફેબ્રુઆરથી લઈ ડિસેમ્બર સુધીમાં દીપડાએ ત્રણ બાળકો અને ચાર વૃદ્ધો સહિત 11 જેટલા લોકોને ફાડી ખાધા છે.
દીપડા છેલ્લા 10 મહિનામાં કયા દિવસે કોને ફાડી ખાધા
1- 26 ફેબ્રુઆરી 2019, ચલાલાના ગોપાલગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો
2- 28 જૂન 2019, તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
3- 20 સપ્ટેમ્બર 2019, ખાંભાના મુંજીયાસરમા નનુબેન રામભાઈ પરમાર (ઉંમર 70) એક કીમી ઢસડી ફાડી ખાધા
4-28 સપ્ટેમ્બર 2019, અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના 6 વર્ષના બાળકને ફાડી ખાધો
5- 29 સપ્ટેમ્બર 2019, ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ મારી નાખ્યા કટકે કટકા કરી દીધા
6- 20 સપ્ટેમ્બર 2019, વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા 60 વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા
7- 25 ઓક્ટોબર 2019, બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા
8- 17 નવેમ્બર 2019, બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી
9- 05 ડિસેમ્બર 2019, બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના 55 વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા
10- 7 ડિસેમ્બર 2019, બગસરાની સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર 40 ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા
જંગલમાં ઘુસણખોરી થવાને કારણે દીપડા અને માનવ વચ્ચેના સંઘર્ષ વધ્યા
ગુજરાતમાં દીપડા અને માનવ સંઘર્ષ વચ્ચે સૌપ્રથમવાર કામ કરનારા વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ મનિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, જંગલોમાં દબાણ વધવાથી લઈ નહેર, રસ્તા અને થાંભલા તથા રેલ પ્રોજેક્ટને કારણે તેમને ખલેલ પહોંચવા લાગી છે. તેમજ પાણીની તંગીને કારણે દીપડાઓ માનવ વસતિમાં પાણીની શોધમાં આવવા લાગ્યા અને તેને કારણે સંઘર્ષ થવા લાગ્યો છે. ઘણીવાર લોકો કાયદો ભંગ કરી મર્યાદા વટાવે છે એટલે સંઘર્ષ વધવા લાગ્યા છે.
રાત્રે કામ વગર ઘર બહાર ન નીકળવા વન વિભાગની અપીલ બગસરામાં ખેત મજૂરને દીપડાએ ફાડી ખાધા બાદ ઈન્ચાર્જ એ.સી.એફ. રાજલ પાઠકે બગસરા તાલુકાના સરપંચો અને ખેડૂતોને એલર્ટ કરી કહ્યું કે રાત્રે કામ વગર ઘર બહાર નીકળવાનું ટાળવું. જાહેર જનતા વનવિભાગને સહકાર આપે. વનવિભાગની તમામ ટીમો 24 કલાક દીપડાને પકડવા માટે ઓપરેશન કરી રહી છે.

