નિર્ભયા દુષ્કર્મ કેસમાં ચાર દોષીતો પૈકી એક વિનય શર્માએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવેલી દયાની અરજી પાછી લેવામાં આવે. વિનયે આજે કહ્યું હતું કે અરજી પર મારી સહી નથી. વિનય આ કેસનો એક માત્ર દોષી છે કે જેણે દયાની અરજી કરી હતી. અધિકારીઓના મતે ગૃહ મંત્રાલયે દયા અરજી પર અંતિમ સુનવણી માટે રાષ્ટ્રપતિને ભલામણ મોકલી છે.આ સાથે જ કેન્દ્રએ દયા અરજી નકારવા ભલામણ કરી છે. ડિસેમ્બર, 2012માં નિર્ભયા દુષ્કર્મ અને હત્યાનો કેસ સામે આવ્યો હતો. એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. બાકી ચાર દોષીતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. 3 દોષીતોને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટેના ચુકાદા સામે સામે સમીક્ષા અરજી દાખલ કરી હતી, જે નકારી દેવામાં આવી હતી. એક દોષીએ રિવ્યુ પિટીશન દાખલ કરી ન હતી.
તિહાડ જેલના કાર્યાલયે ત્રણ જેલ અધિકારીને ચિઠ્ઠી લખી હતી
તિહાડ જેલ કાર્યાલયે આ વર્ષ 28મી ઓક્ટોબરના રોજ એવા ત્રણ જેલ અધિકારીઓને ગુપ્ત ચિઠ્ઠી લખી હતી. મુકેશ અને અક્ષય તિહાડમાં જેલ નંબર બે, વિનય જેલ નંબર ચાર અને પવન જેલ નંબર 14 (મંડોલી જેલ)માં છે. કાર્યાલયે પત્રમાં કહ્યું હતું કે ચાર દોષિયોને મોતની સજા સંભળાવવામાં આવી છે. તેમની સાથે સંકળાયેલા કોઈ કેસ સુપ્રીમમાં પડતર નથી. કાર્યાલયે સાત દિવસમાં જવાબ માગ્યો હતો. સંબંધિત જેલ અધિકારીઓએ 29મી ઓક્ટોબરના રોજ ચાર દોષિયોને હિન્દી અને અંગ્રેજીમાં લેખિત નોટિસ આપી હતી. તેમને રિસીવિંગ પણ મેળવી હતી. જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દોષિયોને આ ચિઠ્ઠી વંચાવવામાં આવી હતી અને વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યુ હતું.
દિલ્હી સરકારે દયા અરજી નકારી હતી
દિલ્હી સરકારે આ કેસના તમામ દોષીતોની દયા અરજી 4 ડિસેમ્બરના રોજ નકારી હતી. સરકારે તેની સૂચના કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી હતી. ત્યારબાદ જ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. હવે રાષ્ટ્રપતિ આ અંગે નિર્ણય લશે. જો રાષ્ટ્રપતિ દયા અરજી નકારશે તો તમામ દોષીતોન ફાંસી આપવામાં આવશે.

