રમાદેવી પર અપત્તિજનક નિવેદન આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ફસાયા છે. સર્વદળિય બેઠકમાં સહમતિ બની છે કે, આઝમ ખાન પોતાના વિવાદિત નિવેદન પર કોઇ શરત વિના માફી માંગે, જો આઝમ ખાન પોતાના નિવેદન પર માફી નહી માંગે તો લોકસભા સ્પીકર ઓમ બિરલા તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે.
આઝમ ખાને લોકસભા સ્પીકરની ચેયર સંભાળી રહેલા મહિલા સાંસદ પર આપત્તિજનક નિવેદન કરતા આજે ફરી ગૃહમાં હોબાળો મચ્યો હતો. લોકસભામાં તમામ સાંસદોએ આઝમ ખાનની ટીકા કરી માફીની માંગ કરી, મહિલા સાંસદોનું કહેવું છે કે, જો તેઓ માફી માંગે નહી તો તેમનું સભ્યપદ રદ્દ કરવું જોઇએ. સ્મૃતિ ઇરાની અને રવિશંકર પ્રસાદે આઝમ ખાનના સસ્પેન્શનની માંગ કરી છે. ભાજપ સિવાય અન્ય દળોએ પણ આઝમ ખાનનો વિરોધ કર્યો છે.
સ્પીકરે લોકસભાના તમામ દળોના નેતાઓની બેઠક બોલાવી જેમાં અધિર રંજન, જયદેવ, સુપ્રીય સુલે, દાનિશ અલી સહિતના અલગ-અલગ દળોના નેતાઓ હાજર રહ્યાં હતા. ઘણી મહિલા સાંસદોએ લેખિતમાં ફરીયાદ કરી આઝમ ખાનને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

