ન્યાય માટે વલખા મારતી ઉન્નાવ ગેંગરેપની પીડિતાએ આખરે દમ તોડી દીધો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉન્નાવ ગેંગરેપની પીડિતા જેને આ સપ્તાહે આરોપીઓએ જીવતી જલાવી દેવાના પ્રયાસ કર્યા હતા અને 90 ટકા દાઝી ગઇ હતી એનું આખે અવસાન થયું હતું.

દિલ્હી મહિલા પંચની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે આરોપીઓને એક મહિનામાં મોતની સજા આપવાની માગણી કરી હતી જ્યારે પીડિતાનાં કુટુંબીજનોએ આરોપીઓને હૈદરાબાદના આરોપીઓની જેમ ઠાર કરવાની માગણી કરી હતી.

ગુરૂવારે એને એરબસ દ્વારા દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ડૉક્ટરોએ એને બચાવી લેવાના ભગીરથ પ્રયાસો કર્યા હતા.

પીડિતાને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી. 90 ટકા દાઝી ગઇ હોવા છતાં એણે મનોબળ દ્રઢ રાખીને પોલીસને બયાન આપ્યું હતું અને પોતાને બાળી નાખવાનો પ્રયાસ કરનારા પાંચે જણનાં નામ આપ્યાં હતાં.