ટ્રમ્પનાં દબાણનાં ઐસી તૈસી: ઉત્તર કોરિયાએ મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ કર્યુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના દબાણની ઐસી તૈસી કરીને ઉત્તર કોરિયાએ પોતાના મિસાઇલ અને રોકેટ પરીક્ષણ ચાલુ રાખ્યા છે. શનિવારે ઉત્તર કોરિયાએ મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ કર્યું. આ પહેલા ઉત્તર કોરિયાએ શુક્રવારે તાનાશાહ કિમ જોંગ ઉનની આગેવાનીમાં આધુનિક રીતે નવી વિકસીત રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. સરકારી મીડિયાનામ માધ્યમથી આ જાણકારી ઉત્તર કોરિયાએ વિશ્વને આપી હતી. આ રોકેટ લોન્ચર સિસ્ટમ. નવી ટેકનીકથી વિકસીત છે. જે લાર્જ કેલિબર મલ્ટીપલ લોન્ચ ગાઇડેડ સિસ્ટમની ક્ષમતાઓથી સજ્જ છે. કિમ જોંગ ઉને આ રોકેટ લોન્ચર સિસ્ટમના પરીક્ષણના પરિણામો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.