પાકિસ્તાને 72 વર્ષ પછી સિયાલકોટ પ્રાચીન હિન્દુ મંદિર ફરી ખોલ્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનના સિયાલકોટમાં આવેલું 1000 વર્ષ પ્રાચીન હિન્દૂ મંદિર લોકો માટે ફરી ખોલવામાં આવ્યું છે. આ મંદિર 72 વર્ષ પહેલાં બંદ કરાયું હતું. આ મંદિરને વિભાજન દરમિયાન બંદ કરાયું હતું અને એનું નિર્માણ સરદાર તેજાસિંહે કર્યું હતું. શાવલા તેજાસિંહ મંદિર લાહૌરથી લગભગ 100 કિલોમીટર દૂર ધારુવાલ ખાતે આવેલું છે.
વર્ષ 1992માં ભીડે આ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યારબાદ હિંદુ લોકોને અહીંયા જવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ ભીડ ભારતમાં બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવા સામે પ્રદર્શન કરી રહી હતી. ‘સમા ન્યૂઝ’ના રિપોર્ટ અનુસાર, આ પગલું પડાપ્રધાન ઈમરાનખાનના નિર્દેશ પર લેવાયું છે.

ડેપ્યુટી કમિશનર બિલાલ હૈદરે કહ્યું કે, લોકો આ મંદિરમાં કોઈ પણ સમયે યાત્રા કરવા માટે મુક્ત છે. સરકારે કહ્યું કે, મંદિરના સંરક્ષણ અને સુધારા માટે જલદી કાર્ય શરુ કરાશે.

પાકિસ્તાન મીડિયાના અહેવાલ અનુસાર, લઘુમતી હિન્દૂ સમુદાયની લાંબા સમયની માંગો પૂર્ણ કરવા માટે શવલા તીજા મંદિર હાલમાં જ ખોલી દેવાયું છે અને એનું ઉદ્ઘાટન ભારતીય પંરપાર અનુસાર કરાયું છે.

અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, સિયાલકોટ સ્થિત 500 વર્ષ જૂનું ગુરુદ્વારાને પણ ભારતીય શિખ શ્રદ્ધાળુઓ માટે તાજેતરમાં ખોલાયું હતું. જોકે, આ ગુરુદ્વારા પાકિસ્તાની, યુરોપ, કેનેડા અને અમેરિાકના નાગરિકો માટે કાયમ ખુલ્લું હતું. પરંતુ ભારતીય શ્રદ્ધાળુઓને આ પાકિસ્તાન સ્થિત ગુરુદ્વારામાં જવા પર પ્રતિબંધ હતો.