ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આવતીકાલે નવીન સબયાર્ડનું ખાતમુહૂર્ત સમારોહ યોજાશે. ઊંઝા એપીએમસી ઘ્વારા મસ મોટું સબ માર્કેટયાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ એ.પી.એમ.સી પાછળ 100 કરોડના ખર્ચો કરવામાં આવશે. એશિયાની નંબરવન એ.પી.એમ.સી હવે સમગ્ર વિશ્વની સૌથી મોટી એ.પી.એમ.સી બનશે તેવી શક્યતાઓ છે.
સમારોહમાં નાયબમુખ્યમંત્રી નિતીન પટેલ પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણી સહિત સ્થાનિક ધારાસભ્ય આશાબેન પટેલ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આશાબેન પટેલ સહિત એ.પી.એમ.સી 8 દિવસ બાદ પ્રથમ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ખાતમુહૂર્ત બાદ ઊંઝાના જીમખાના મેંદાનમાં એપીએમીસીની ખેડૂત શિબિર યોજાશે. મહેસાણા જિલ્લા પોલીસ બંદોબસ્તમાં 2 ડીવાયએસપ, 5 પીઆઈ, 24 પીએસઆઇ સહિત 400 પોલીસ કોન્ટેબલ ફરજ બજાવશે.