ઉત્તર પ્રદેશમાં યોજાયેલા કુંભમેળા દરમ્યાન યોજાયેલી ફોટોગ્રાફી ર્સ્પધામાં સુરતના એક ફોટોગ્રાફરની તસ્વીરને પ્રથમ નંબર મળ્યો છે અને આ ફોટા માટે ઉત્તર પ્રદેશ સરકાર એક લાખ રૂપિયાનું ઇનામ આપશે.સુરતના આર્કિટેકટનો વ્યવસ્યા કરતા યુવકે પ્રયાગરાજમાં એક જ સ્થળે અને એક જ સમયે 1008 કુંડી યજ્ઞની તૈયારીનો ફોટો પાડયો હતો જે આંતરરાષ્ટ્રી ફોટોગ્રાફરો વચ્ચેની ર્સ્પધામાં પ્રથમ ક્રમ મેળવી ગયો હતો. સુરતમાં આર્કિટેકટનો વ્યવસાય કરતા નિર્મલ ઉનડકટને ફોટોગ્રાફી કરવાનો શોખ છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલા કુંભમેળમાં નિર્મલ પહોંચ્યા હતો. ઉત્તર પ્રદેશ સરકારે કુંભમેળા દરમ્યાન ફોટોગ્રાફી કોમ્પિટીશનનું આયોજન કર્યું હતું.નિર્મલ ઉનડકટે 1008 કુંડી યજ્ઞની તૈયારીની તસ્વીર ખેંચી હતી. જેને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. યુ. પી. સરકારે પ્રથમ તસ્વીર માટે રૂપિયા 1 લાખનું ઇનામ જાહેર કરેલું છે.
