કાશ્મીર મામલે ભારતનો વિરોધ ભારે પડ્યો, બ્રિટનનો આ આખો પક્ષ જ સાથે ઉંધામાથે પટકાયો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકા હોય કે પછી દુનિયાનો કોઈ પણ દેશ ભારત અને ભારતીયોને ચારેકોર બોલબાલા છે. ભારતનો વિરોધ કરવાના પરિણામો પણ ભોગવવા પડે છે તેનું તાજુ જ ઉદાહરણ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જોવા મળ્યું હતું. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો પરિણામે તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ એક નવો રેકોર્ડ બન્યો છે. પરંતુ બ્રિટનના જ એક કદ્દાવર નેતાને કાશ્મીરનો વિરોધ કરવો મોંઘો પડી ગયો છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના બોરિસ જ્હોન્સને કલમ 370 પર ભારતના વલણનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે જેરેમી કોર્બિને કાશ્મીર પર ભારત દ્વારા કલમ 370 હટાવવાના નિર્ણય અંગે ભારત સરકારના વિરોધમાં પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો. સાથે જ કાશ્મીરમાં તણાવ ઘટાડવા અને ભય તથા હિંસાને રોકવાની શીખામણ પણ આપી હતી. કોર્બિને કહ્યું હતું કે, ભારત સરકારે કાશ્મીરના લોકોને પોતાને નિર્ણય કરવા દેવો જોઈએ.

કાશ્મીરને લઈને ભારત વિરોધનું પરિણાઅમ કોર્બિને ભોગવવું પડ્યું છે. 1935 બાદ લેબર પાર્ટીને અત્યંત કારમો પરાજય મળ્યો છે. 1935માં સૌથી ઓછી બેઠકો 154 મળી હતી. 1983માં પણ પાર્ટીને માત્ર 209 બેઠકો મળી હતી. પરિણામો નિરાશ લેબર પાર્ટીના નેતા જેરમી કોર્બિને જાહેરાત કરી કે તેઓ ભવિષ્યમાં સામાન્ય ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે નહીં. આમ કાશ્મીર મામલે ભારતનો વિરોધ કરવાના ચક્કરમાં કાર્બિની રાજકીય કારકિર્દી પર જ પૂર્ણ વિરામ મુકાઈ જાય તેવી શક્યતા છે.

બોરિસ જ્હોન્સનને હિન્દુ અને ભારતીયોના સમર્થક ગણવામાં આવે છે. માટે જ કાશ્મીરના વિરોધમાં તેમને આ વખતે ભારતીયોનું મોટા પાયે સમર્થન મળ્યું છે. ઘણીવાર તેઓ પોતાની જાતને ભારતનો જમાઈ ગણાવી ચૂક્યા છે. તેમણે ચૂંટણી પ્રચારમાં આ વખતે હિન્દી ગીતો પણ ખુબ ગાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. આ વખતે ચૂંટણીમાં ભારતીય મૂળના 15 ઉમેદવારો પણ જીત્યા છે.

બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટી માટે 1935 બાદ આ સૌથી ખરાબ ચૂંટણી પરિણામ છે. ચૂંટણીમાં કુલ 650 બેઠકોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને 365 બેઠકો મળી છે. કેટલીક જગ્યાએ તો દક્ષિણપંથી પાર્ટીએ લેબર પાર્ટીના ઉમેદવારોના ગઢના કાંકરા પણ ખેરવી દીધા છે. લેબર પાર્ટીને ફાળે 203, SNPને 48, લિબરલ ડેમોક્રેટ્સને 11 અને DUPને 8 મળી છે.