ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરાતા અકળાયેલા પાકિસ્તાને ભારતના હાઈકમિશનર અજય બિસારિયાને હાંકી કાઢ્યા છે. પાક. વડાપ્રધાન ઈમરાન ખાનના વડપણ હેઠળ ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
કાશ્મીર મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવશે
બેઠક પછી વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશીએ કહ્યું કે તેમના હાઈકમિશનર નવી દિલ્હીમાં નહીં હોય અને ભારતના હાઈકમિશનને પાછા મોકલાશે. પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કરવાની સાથે રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કરવાનું પણ નક્કી કર્યું છે. પાકિસ્તાન આ મુદ્દો યુએન સુરક્ષઆ પરિષદમાં પણ ઉઠાવશે. બેઠકમાં સેના, આઈએસઆઈ અને તેમના મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ અને મોટા અધિકારીઓ જોડાયા હતા. પીએમ કાર્યાલયથી જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું કે એનએસસીએ કાશ્મીર મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવવા અને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર બંધ કરવા તથા રાજકીય સંબંધોની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતમાં મુસ્લિમ અને અલ્પસંખ્યક ખતરામાં- ઇમરાન
ઇમરાને મંગલવારે કહ્યું હતું, ”મને લાગે છે કે ભારતમાં કાશ્મીરીઓને મિટાવવા માગે છે. તે કાશ્મીરમાં વંશીય રીતે મુસલમાનોનો સફાયો કરી શકે છે. સ્થિતિઓને જોઇને લાગે છે કે ફરી પુલવામાં જેવી ઘટના થશે. પછી તે મારા પર આરોપ લગાવશે કે વધુ એક એરસ્ટ્રાઇક કરીશું. આપણે ફરી પાછો તેનો જવાબ આપીશુ. પછી યુદ્ધ થશે. અમે લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું.”
વધુ કહ્યું, ”જ્યારે અમે સત્તા સંભળી તો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબીને હટાવવાનો હતો. તેથી સૌથી પહેલા અમે પાડોશીઓ સાથે સારા સંબંધો બનાવવાનું ઇચ્છ્યું. જ્યારે ભારત સાથે વાત કરીતો તેમણે પાકિસ્તાનની આતંકી ઘટનાઓને લઇને ચિંતા જતાવી. મેં નરેન્દ્ર મોદીને કહ્યું કે અમે આતંકવાદ માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ક્યારે થવા નહીં દઇએ.”
દુનિયાને કાશ્મીરની જાણકારી નથી- ઇમરાન
ઇમરાને કહ્યું, ”હું અને મારી પાર્ટી વિશ્વના નેતાઓને એ કહેવાની જવાબદારી લઇએ છીએ કે કાશ્મીરમાં શું થઇ રહ્યું છે ? મને લાગે છે કે દુનિયાને તેની જાણકારી નથી. હું તેમને જણાવવા માગુ છું કે ભારત સરકાર કાશ્મીરમાં મુસલમાનો સાથે શું કરી રહી છે. હકીકતમાં તેઓ ખતરામાં છે. ”