રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ પાસ થયા બાદ આજે લોકસભામાં પણ આ બીલ પાસ થઇ ચૂક્યું છે. લોકસભામાં આ બીલના સમર્થનમાં 370 વોટ પડ્યા છે. જ્યારે વિરોધમાં 70 મત પડ્યા છે. રાજ્યસભામાં આ બીલ ગઇકાલે જ પસાર થઇ ચૂક્યું છે. રાજ્યસભામાં આ બીલના સમર્થનમાં 125 વોટ અને વિરોધમાં 61 વોટ પડ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ અને 35એની જોગવાઇ અંગેના સરકારી પગલાને લોકસભામાં રજૂ કર્યું હતું. જેના પર ચાલેલી ચર્ચા બાદ લોકસભામા જમ્મુ કાશ્મીર પૂનર્ગઠન બીલ લોકસભામાં પાસ થયું છે.

