બાંગ્લાદેશએ ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં ઇન્ટનેટ સર્વિસ બંધ કરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બાંગ્લાદેશ સરકારે ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.બાંગ્લાદેશ સરકારે જણાવ્યું કે સુરક્ષા કારણોથી આવું કર્યું છે.

આ પગલાથી લગભગ એક કરોડ લોકો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં,બાંગ્લાદેશનાં ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટએ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોને કહ્યું છે કે આગલી નોચિસ સુંધી ઇન્ટરનેટ સર્વિસ અટકાવી દેવામાં આવે.

બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુંલેટરી કમિશન (BTRC)નાં ચેરમેન જહુરૂલ હકે જણાવ્યું કે ‘એક ઉચ્ચસ્તરિય બેઠક બાદ સરકારે આ નિર્ણય લીધો છે.’

BRTCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે 32 જીલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ વિસ્તારો ભારત અને મ્યાનમાર સરહદે આવેલા છે.

જો કે ગૃહ પ્રધાન અસદુજ્જમાન ખાન કમલ અને વિદેશ પ્રધાન અબ્દુલે આ બાબતને ટાળતા કહ્યું કે આ અંગે તેમને કોઇ જાણકારી નથી.

બાંગ્લાદેશ તરફથી આ ફેંસલો ત્યારે લેવામાં આવ્યો જ્યારે ભારતે નાગરિક સુધારા કાયદો લાગુ કર્યો છે, તે અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં લઘુમતીઓને નાગરિક્તા આપવાની જોગવાઇ છે.

22 ડિસેમ્બરે બાંગ્લાદેશનાં વિદેશ પ્રધાને કહ્યું કે નવી દિલ્હી તરફથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની યાદી ઉપલબ્ધ કરાવવામાં આવે, તેમણે ભારતનો પ્રવાસ પણ રદ્દ કરી દિધો હતો.