ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી અને પ્રથમ જ ૧૦ મિનીટમાં જ તેમને ઘણી તક મળી ગઈ હતી. બંને ટીમો ઓલોમ્પિક રમતોના માર્ગદર્શિકા મુજબ ૧૬ ખેલાડીઓની સાથે રમી રહી હતી. બંનેએ સમય-સમય પર સંપૂર મેચ દરમિયાન ખેલાડીઓને અંદર બહાર કર્યા હતા. જાપાનને અવેજી ખેલાડીઓનો ફાયદો થયો અને ૨૯ વર્ષની મિતસુહાસીએ ટીમને બરાબરી અપાવી હતી. ભારતીય ટીમ વધુ આક્રમક જોવા મળી રહી હતી, તેમ છતાં બંને ટીમો એક-બીજાની રણનીતિને સારી રીતે સમજી રહી હતી કેમકે બંને છેલ્લા બે વર્ષોમાં પરસ્પર ઘણી વખત રમી છે. તેમાં હાફ ટાઈમ સુધી સ્કોર ૧-૧ રહ્યો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે શરૂઆતમાં દબદબો બનાવ્યો અને ૩૫ મી મિનીટમ એક અને પેનલ્ટી કોર્નર પ્રાપ્ત કર્યો હતો. ૨૩ વર્ષીય ગુરજીત કૌરે આ તકનો ફાયદો ઉઠાવી ગોલ કરી દીધો હતો. યજમાન ટીમે બાકીના સમયમાં બરાબરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના ખેલાડી તકનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા.