પૂર્વ નાણામંત્રી જેટલીની તબિયત અતિ નાજુક થતા Life Support System પર રખાયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની સ્થિતિ અતિ નાજૂક હોવાના અહેવાલ છે, તેમને હાલમાં Life Support System પર રાખ્યા હોવાની માહિતી પ્રાપ્ય છે. જેટલી AIIMSમાં સારવાર હેઠળ છે. શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંધિયા AIIMS પહોંચ્યા હતા. આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધન, બીજેપીના સતીશ ઉપાધ્યાય અને એર ચીફ માર્શલ બીએસ ધનોઓ પણ અરુણ જેટલીના સ્વાસ્થ સમાચાર લેવા માટે AIIMS પહોંચ્યા હતા.

અરુણ જેટલીની તબિયત અતિ નાજૂક હોવાના કારણે તેમને Life Support System પર રાખવામાં આવ્યા છે અને અલગ અલગ વિભાગોના તબીબોની એક ટીમ સતત તેમની કાળજી લઇ રહી છે. આ પહેલા બસપા પ્રમુખ અને યૂપીની પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પણ અરુણ જેટલીની મુલાકાત લેવા માટે AIIMS પહોંચ્યા હતા. શુક્રવારે હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ડોક્ટર્સ તેમનો સંભવિત પ્રયત્ન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને યૂપી સીએમ યોગી પણ અરુણ જેટલીના ખબર લેવા માટે AIIMS પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, AIIMS દ્વારા પૂર્વ નાણામંત્રીના સ્વાસ્થ વિશે 10 ઓગસ્ટ પછી કોઇ પ્રકારની વિગત આપી નથી. શ્વાસ લેવામાં તકલીપ અને બેચેની પછી અરુણ જેટલીને નવ ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં તેમને સારવાર માટે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખરાબ સ્વાસ્થને કારણે જેટલી 2019ની લોકસભા ચૂંટણીથી દુર રહ્યા હતા. નાણામંત્રીના કાર્યકાળમાં જ તેમની તબિયત ખરાબ થઇ હતી જેના કારણે ગત વર્ષ એપ્રિલથી જ તેમણે કાર્યાલય આવવાનું બંધ કરી દીધુ હતું. જે પછી ઓગસ્ટમાં તેમણે કાર્યભાળ સંભાળ્યો હતો.