કેજરીવાલ શિક્ષણ-સ્વાસ્થ્ય સંભાળતા રહ્યા ને મોદી સરકારે ખેલી નાખ્યો મોટો દાવ

મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપે મોટો દાવ ખેલી નાખ્યો છે. મોદી કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં ગેરકાયદે કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવાના બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ વિધેયક સંસદના બંને ગૃહમાં લાવવામાં આવશે. આ ગેરકાયદે કોલોનીઓને રેગુલરાઈઝ કરવાની માંગણી અનેક વર્ષોથી ઉઠી રહી હતી, જેને પુરી કરી ભાજપે વિરોધ પક્ષો પર અત્યારથી જ સરસાઈ મેળવી લીધી છે. ભાજપના આ નિર્ણયની વિધાનસભાની ચૂંટણીમાં ભારે અસર થશે.

શિક્ષણ, સ્વાસ્થ્ય અને વિજળી પર હતું AAPનું ધ્યાન

મોદી કેબિનેટના આ નિર્ણયથી કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે, આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મામલે ચૂંટણી મેદાનમાં ઉતરવા ધારી રહી છે. આ દિશામાં આપે ભારે કામ પણ કર્યું છે. સરકારી શાળાઓને મોર્ડન બનાવવી અને મહોલ્લા ક્લિનિક પણ આપ દ્વારા ખોલવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી આ ક્ષેત્રો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી. આ ઉપરાંત દિલ્હીમાં 200 કિલોવોટ સુધી વિજળી પણ ફ્રી કરી દેવામાંઅ અવી હતી. પરંતુ ચૂંટણીના બે મહિના જ આડે છે ત્યારે ભાજપે ગેરકાયદે કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવાનો નિર્ણય લઈ લોકોને મોટી રાહત આપી છે અને દિલ્હીના મતદારોના મહત્વવા મુદ્દે બાજી મારી લીધી છે.

ભાજપે એક જ ઝાટકે લાખો લોકોના ચહેરા પર લાવી દીધું સ્મિત

ગેરકાયદે કોલોનીઓને રેગુલરાઈઝ કરવાના નિર્ણયની અસર દિલ્હીના 79 ગામડાઓ પર પણ પડશે. હવે આ ગામડાઓનું શહેરીકરણ થશે અને લગભગ 1700થી વધારે કોલોનીઓ કાયદેસર બનશે. સંસદમાં વિધેયક પસાર થઈ જશે તો આ કોલોનીઓમાં રહેલા લગભગ 40 લાખ લોકોને તેમનો માલિકી હક મળી જશે. આ કોલોનીઓમાં દિલ્હીનો મિડલ અને લોવર ક્લાસ રહે છે, જે ઘણા વર્ષોથી આ કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવાની રાહ જોઈ રહ્યો હતો. માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપ આગામી ચૂંટણીમાં પોત્તાના આ નિર્ણયને લઈને લોકો વચ્ચે જશે અને મત માંગશે.

મોદીએ કરી હતીએ ગેરકાયદે કોલોનીઓમાં રહેતા લોકો સાથે મુલાકાત

આ અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાના નિવાસસ્થાને આરડબ્લ્યૂએ ઓફિસ હોલ્ડરની સાથોસાથ અનિયમિત કોલોનીઓમાં રહેતા લોકો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, તમે લાંબા સમયથી એક અનિશ્ચિતતાના માહોલમાં વસવાટ કરી રહ્યાં છો. અનેક સરકારોએ આ દિશામાં કામ કર્યુ, પરંતુ અધુરા મનથી. અમારી સરકાર 2014માં આવી, ત્યારથી અમે દિલ્હીમાં રહેવાસીઓની મુશ્કેલીઓનો અંત લાવવા મથી રહ્યાં હતાં.

ગેરકાયદે કોલોનીમાં રહેનારા લોકોને મળશે આ લાભ

મોદી કેબિનેટે ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરવા પર મંજુરીની મહોર મારી દીધી છે. હવે સંસદમાં બિલ પાસ થતા જ આ કોલોનીઓમાં રહેનારા લોકોને તેમનો માલિકો હક મળી જશે. સાથે જ સરકારે દિલ્હી જમીન અધિગ્રહણની કલમ 81ના તમામ મામલા પાછ ખેંચી લેવાના પ્રસ્તાવને પણ મંજુરી આપી દીધી છે. સાથે જ 79 ગામોના શહેરીકરણને પણ ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.