વડોદરાની ગંભીર સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ બે IAS અધિકારી મોકલ્યા

ગુજરાત મુખ્ય સમાચાર

વરસાદના છેલ્લા દિવસે વડોદરામાં આભ ફાટયું છે એવી સ્થિતિ સર્જાઈ છે માત્ર 14 કલાકમાં જ 18 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મોડી રાત્રે પણ વરસાદ ચાલુ છે હજારો લોકો પાણીમાં ફસાયા છે. ઘણા લોકોની કાર પાણીમાં ડૂબી ગઈ છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં હજારો લોકો ફસાયા છે. આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા નો મહત્વનો નિર્ણય કરાયો છે. વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે તેમ જ તેઓ સીધું મોનીટરીંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ વડોદરા શહેરમાં ભારે વરસાદ થી સર્જાયેલી સ્થિતી ની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરી હતી. ઉપરાંત તાત્કાલિક રીતે બે IAS અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને વડોદરા મોકલી દેવાયા છે. આ બંને અધિકારીઓ સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરશે તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મદદ કરશે.

બીજી બાજુ વડોદરા શહેર ના નીચાણ વાળા વિસ્તાર ના લોકો ના સલામત સ્થળે સ્થળાંતર માં તંત્રને સહયોગ આપવા નાગરિકો ને મુખ્યમંત્રી વિજય રૂપાણી અપીલ કરી છે. મુખ્યમંત્રી સ્વયં વડોદરા શહેર ની વરસાદી સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.