લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કરવા માટે મોટા ઉપાડે રચવામાં આવેલા મહાગઠબંધનને કોઇની નજર લાગી હોય તેવું દેખાઇ રહ્યું છે. બીએસપી પ્રમુખ માયાવતીએ મંગળવારે એક નિવદેન આપતા જણાવ્યું હતું કે અમારી પાર્ટી એકપણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. જેના જવાબમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે અમને તેમની જરૂર નથી. માયાવતીએ પોતાના નિવેદન જણાવ્યું હતું કે એક વાર ફરી બહુજન સમાજ પાર્ટી સ્પષ્ટ કરે છે કે અમે કોંગ્રેસ સાથે એકપણ રાજ્યમાં ગઠબંધન નહીં કરીએ. SP સાથે ગઠબંધન કરવાને લઇને માયાવતીએ જણાવ્યું હતું કે અમારી વચ્ચે એકબીજા માટે સન્માન અને ઇમાનદારી એક લક્ષ્યના કારણે છે.

