હાર્દિક એ પોતાની જાતને ભગતસિંહ ગણાવી સમાજ સમક્ષ આગળ ધરી – નીતિન પટેલ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

પાટીદારોને અનામત અપાવવા આંદોલન કરનારા પાસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્દિકને ખેસ પહેરાવી કોંગ્રેસમાં એન્ટ્રી આપી હતી. ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે પાટીદારોને અંધારામાં રાખી સમાજ સાથે દગો કર્યો છે. ગુજરાતમાં અનામતનો પ્રશ્ન ઊભો કરી ગુજરાતની શાંતિ-સલામતીને ડહોળી. પોતાની જાતને ભગતસિંહ ગણાવી સમાજ સમક્ષ આગળ ધરી. જે વ્યક્તિએ સતત એવું કીધેલું કે હું રાજકીય વ્યક્તિ નથી, હું પાટીદારોને ઓબીસીને લાભ અપાવવા આવ્યો છું. એ વ્યક્તિએ ગુજરાતની સમરસતામાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી અમે સતત કહેતા હતા કે આ વ્યક્તિ પાટીદારોને અનામતનો ફાયદો કરાવવાનો પ્રયાસ નથી કરતો, પરંતુ કોંગ્રેસના છૂપા આશીર્વાદથી, કોંગ્રેસની આર્થિક મદદથી, કોંગ્રેસના ઈશારે કામ કરી રહ્યો છે.