દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી AIIMSમાં આગ લાગ્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાયર ડિપાર્ટમેન્ટ પ્રમાણણે એમ્સની જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તેની પાસે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC’ નહોતી. જે નિયમનું સંપૂર્ણપણે ઉલ્લંઘન છે. જાણવા મળી રહ્યું છે કે, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ AIIMSમાં લાગેલી આગના મામલે તપાસ કરશે.
દિલ્હી ફાયર અધિકારીઓ પ્રમાણે એમ્સની જે ટીચિંગ બ્લોકમાં શનિવારે ભયાનક આગ લાગી હતી, તે બ્લોક પાસે ફાયર NOC નહોતી. આ બિલ્ડિંગ ઘણી જુની છે. નિયમો પ્રમાણે દર ત્રણ વર્ષે ફાયર NOC લેવી અનિવાર્ય છે અને દર વર્ષે ફાયર NOC સર્ટિફાઈડ થાય છે, જે એમ્સમાં નહોતી કરાવી.
આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ FIR નોંધાય છે. ફાયર વિભાગની ફોરેન્સિક ટીમ આજે રવિવારે એમ્સમાં આગ લાગવાની જગ્યાનું આકલન કરી પોતાનો રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપશે અને તે બાદ કોની લાપરવાહીથી આ દુર્ઘટના ઘટી તેના પર કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર વિપિન કેંટલે જણાવ્યું કે, એમ્સના ટીચિંગ બ્લોકમાં ઓપીડી અને ન્યૂરોલોજી બ્લોક પણ છે. ઓપીડી બ્લોક પણ છે. ઓપીડી બ્લોકમાં વધારે દર્દીઓ નહોતા પરંતુ તેની પાસેના બ્લોક માંથી 13 દર્દીઓને રેસક્યૂ કરવામાં આવ્યા અને 7 દર્દીઓ વેંન્ટિલેટર પર હતા તેમને શિફ્ટ કરવામાં આવ્યા.
ઈમર્જન્સી લેબમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે આગ સમગ્ર લેબમાં ફેલાઈ ગઈ. આ વોર્ડ ઈમર્જન્સી વોર્ડની નજીક છે. જેના કારણે તાત્કાલિક ઈમર્જન્સી વોર્ડને બંધ કરી દેવામાં આવ્યો. આ વોર્ડના દર્દીઓને અન્ય જગ્યાઓ પર શિફ્ટ કરી દેવામાં આવ્યા.

