રશિયાએ કર્યુ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રશિયાએ અવાજની ગતિથી 27 ગણી તેજ અનવગાર્ડ હાઇપર સોનિક મિસાઇલને પોતાની સેનાંમાં સામેલ કરી છે,રશિયાનાં પ્રમુખ વ્લાદિમિર પુટીને તેની જાહેરાત કરતા કહ્યું કે આ મિસાઇલ પરમાણું ક્ષમતાઓથી સુસજ્જ છે,તે આવાજની ગતિથી સરેરાશ 27 ગણી તેજીથી ઉડી ઝડપે ઉડી શકે છે.

પુટીનના જણાવ્યા અનુસાર આ મિસાઇલની આટલી ઝડપના કારણે કોઇ પણ સિસ્ટમ તેનાથી બચી શકતી નથી,સંરક્ષણ પ્રધાન સર્ગેઇ શોડ્ગુનાં જણાવ્યા પ્રમાણે 27 ડિસેમ્બર સ્થાનિક સમયાનુસાર 10 વાગ્યે મિસાઇલને સેનામાં સામેલ કરવામાં આવી.

હજુ આ મિસાઇલને ક્યાં તૈનાત કરવામાં આવશે તેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે,જો કે તેવું મનાય છે કે તેને યુરાલનાં પહાડી વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે.

શું છે હાઇપરસોનિક મિસાઇલ?

હાઇપરસોનિક મિસાઇલ અવાજની ઝડપ(1235 કિમી પ્રતિ કલાક)થી ઓછામાં ઓછી પાંચ ગણી ઝડપે ઉડાન ભરી શકે છે,તેની લઘત્તમ ઝડપ 6174 કિમી પ્રતિકલાક હોય છે,હાઇપરસોનિક મિસાઇલ ક્રુઝ અને બેલેસ્ટીક મિસાઇલ બંનેનાં ફિચર્સથી સજ્જ હોય છે.

આ મિસાઇલ લોન્ચ થયા બાદ પૃથ્વીની કક્ષાથી બહાર ચાલી જાય છે.ત્યાર બાદ તે જમીન અથવા હવામાં સ્થીત નિશાનને ખતમ કરી શકે છે,તેને રોકવી ઘણી મુશ્કેલ છે,તે સાથે જ ઝડપનાં કારણે પણ તેને પકડી શકાય તેમ નથી.

અમેરિકાએ ગયા મહિને મધ્યમ અંતરની ખતરનાક મિસાઇલનું પરીક્ષણ રોકવા માટે કરવામાં આવેલી 30 વર્ષ જુની ઇન્ટરમિડિએટ-રેંજ ન્યુક્લિયર ફોર્સેસ (INF) સંધીથી પોતાને કરી દિધું હતું.

સંધિથી અલગ થવાના એક સપ્તાહ બાદ જ 20 ઓગસ્ટનાં દિવસે અમેરિકાએ 500 કિમીથી વધુની રેન્જ ધરાવતી એક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કરીને રશિયાને નારાજ કર્યું હતું