કોંગ્રેસે ગુજરાતથી લોકસભા ચૂંટણીનો પ્રારંભ કર્યો છે.

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસે ગુજરાતથી લોકસભા ચૂંટણીનો પ્રારંભ કર્યો છે. 2014માં ચૂંટણીમાં વાયદાઓ નરેન્દ્ર મોદીએ પૂરા ન કર્યા હોવાનો આરોપ લગાવીને એક બાદ એક હુમલા કર્યા હતા. જેમાં રાફેલ મુદ્દે પણ પ્રધાનમંત્રીને વાયુસેના 30 હજાર કરોડની ચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.ગુજરાતમાં પહેલીવાર ગાંધી પરિવારના 3 સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જનસંકલ્પ રેલી યોજી હતી. આમ ગાંધી પરિવારે ગુજરાતથી જ ગાંધી વિચારની લડતની ઘોષણા કરી છે. રેલીમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીના હોમ ગ્રાઉન્ડ એવા ગુજરાતમાં ગાંધી પરિવારે ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફુંક્યું છે. પ્રિયંકા ગાંધી ભાષણ આપવા ઊભા થયા ત્યારે ઈન્દિરા ગાંધી જિંદાબાદના નારા લાગ્યા હતાં. પ્રિયંકાએ મેરી બહેનો ઔર મેરે ભાઈઓથી સંબોધન શરૂ કર્યું હતું.