પ્રિયંકા ગાંધી : તમારો વોટ એક હથિયાર છે.

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં ભાગ લેવા માટે સૌ પ્રથમ વખત ગાંધી આશ્રમ અને ગુજરાતની મુલાકાતે આવેલા પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલીમાં આપેલા વક્તવ્ય દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ ન લીધું. પરંતુ આકરા રાજકીય પ્રહાર કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અનેક મુદ્દાઓ ઉછળશે પરંતુ આ સંજોગોમાં આપની દેશભક્તિ મતદાનમાં પ્રગટ થવી જોઈએ. તમે જાગરુક થાવો એ જ દેશભક્તિ છે. આજે દેશમાં જે કઈ પણ થઈ રહ્યું છે ત્યારે આ વખતે વિચારીને મત આપવા જજો. તમારો વોટ એક હથિયાર છે.