લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપે છેલ્લા એક મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોને તોડી નાખ્યા છે. કોંગ્રેસની યુવા નેતાગીરી સામે છેલ્લા એક વર્ષથી જબરજસ્ત અસંતોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોર દ્વારા વારંવાર ભાજપમાં જવાની ધમકી આપીને બ્લેકમેઇલીંગ કરી રહ્યું છે. તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વિવિધ કમિટીઓ બનાવી હતી. આ તમામ કમિટીઓમાં અલ્પેશને સ્થાન અપાયું છે આમ છતાં તે વારંવાર કોંગ્રેસ છોડવાની વાતો કરતો હોય છે, આવી સ્થિતિમાં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે રાજ્યમાં આંદોલન કરનાર હાર્દિક પટેલને આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે લઇ લેવાયો છે, એટલું જ નહીં ખૂબ જ મહત્વની અને પ્રતિષ્ઠિત ગણાતી CWCની મીટીંગમાં પણ હાર્દિકને હાજર રહ્યો હતો.

