ગાંધીનગરના કોલવડા ગામની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘૂસ્યો

ગુજરાત મુખ્ય સમાચાર

ગાંધીનગર નજીક કોલવડા ગામની આયુર્વેદ હોસ્પિટલ ખાતે દીપડો ઘુસી આવતા દોડધામ મચી જવા પામી હતી. દીપડો સવારે આવ્યો ત્યારે કર્મચારી અરૂણાબેન શર્માએ તેને જોતા જ ઝડપથી દરવાજો બંધ કરી દીધો હતો. આચાર્ય સ્વીટીબેન,અધિક્ષક ડો.રાકેશ ભટ્ટને કર્મચારીઓની કુનેહતાથી તેને એક રૂમમાં લોકડાઉન કરવામાં આવીને જંગલ ખાતાને જણાવવામાં આવ્યું હતું. એ.પી.સિંગ, મુખ્યમંત્રી કાર્યાલય, DFO ડામોરની મદદથી ફોરેસ્ટની ટીમે આવીને સ્થળને સંભાળી લઈ મોટ જાનહાની થતા અટકાવી હતી.

આયુર્વેદિક હોસ્પિટલમાં દીપડો ઘુસી જતા અફરાતફરી મચી ગઇ છે. જેને લઇને વનવિભાગની ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે

દીપડો કોલેજના ટોયલેટમાં ઘુસી ગયો હતો જેને પગલે કર્મચારીએ સમયસુચકતા સાથે દરવાજો બહારથી બંધ કરી દેતા દીપડો લોકડાઉન થઈ ગયો હતો. હાલમાં તેને પાંજરે પુરવા ઓપરેશન હાથ ધરાયું છે.