રાહુલ ગાંધીનો રણટંકાર, કહ્યું- સરકાર વાસ્તવિક મુદ્દા પર બોલતી નથી

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં હવે એક માસમાં લોકસભા ચૂંટણી યોજાનારી છે ત્યારે મંગળવારે કોંગ્રેસના મોવડીમંડળે ગુજરાતમાં 58 વર્ષમાં પ્રથમ વખત કારોબારી યોજી હતી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા જનસંકલ્પ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભાજપના નેતૃત્વ હેઠળની સરકારના રાજમાં દેશની સંસ્થાઓ પર હુમલાઓ થઈ રહ્યા છે. સૌપ્રથમ વખત એનડીએ સરકારમાં દેશની સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પ્રેસ સમક્ષ જઈને જણાવ્યું કે તેમને કામ કરતા રોકવામાં આવી રહ્યા છે.