ઝારખંડ વિધાનસભા ચૂંટણી: ભાજપએ 52 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

મુખ્ય સમાચાર રાજકીય
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ઉમેદવારો પહેલી યાદી જાહેર કરી. પાર્ટીએ વિધાનસભાની 81 સીટોમાંથી 52 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે. લીસ્ટ પ્રમાણે મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર ઈસ્ટમાંથી ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉમેદવારોની યાદી જાહેર કરી.
નોંધનીય છે કે, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કેન્દ્રીય સમિતિની પહેલી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને શનિવારે આયોજીત કરવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં થયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, રઘુવર દાસ, ઓમ પ્રકાશ માથુર, અર્જુન મુંડા, શાહનવાઝ હુસૈન સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પાંચ તબક્કામાં 30 નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન  7 ડિસેમ્બરે, ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બર, ચોથા અને પાંચમાં તબક્કાનું મતદાન 16 અને 19 ડિસેમ્બરે યોજાશે જ્યારે મતગણતરી 23 ડિસેમ્બરે યોજાશે.
વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપે 37 સીટો જીતી હતી અને તેની સહયોગી પાર્ટી ઝારખંડ સ્ટૂડન્ટ્સ યૂનિયને પાંચ સીટો જીતી હતી.