નાગપુર ખાતે રમાય રહેલી ભારત-બાંગ્લાદેશની ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ભારતની જીત થઈ છે. આ સાથે જ ભારતે 3 મેચોની ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી છે.ભારતે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુંકસાન પર 174 રન બનાવ્યા અને બાંગ્લાદેશને જીત માટે 175 રનનો લક્ષ્ય આપ્યો. ભારત તરફથી શ્રેયસ અય્યરે પોતાની ટી20 કારકિર્દીની પહેલી અડધી સદી લગાવી 62 રન બનાવ્યા. જ્યારે લોકેશ રાહુલે 52 રન કર્યાં. બાંગ્લાદેશ માટે સોમ્ય સરકાર અને શૈફુલ ઈસ્લામે 2-2 વિકેટ ઝડપી. એક વિકેટ અલ અમિન હુસૈને ઝડપી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જેમાં ટોસ જીતીને બાંગ્લાદેશે બોલિંગ પસંદ કરી છે અને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ત્રણ મેચોની આ T20 સીરીઝમાં આજની મેચ નિર્ણાયક મેચ છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ આજે રમાનારી ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતીય ટીમની નજર આ વર્ષેની ઘરેલું ટી20 સીરીઝ જીતવા પર છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત અન્ય સિનિયર ખેલાડીની ગેરહાજરીમાં ભારતીય ટીમ સીરીઝ પોતાના નામે કરવાના ઉત્સાહ સાથે મેદાને ઉતરશે. સીરીઝમાં ભારત અને બાંગ્લાદેશ બંન્ને 1-1 બરાબરી પર છે ત્યારે આ મેચ બંન્ને ટીમ માટે નિર્ણાયક બનશે.
આ પહેલા રાજકોટમાં રમાયેલી બીજી ટી20માં ભારતીય બોલરોએ બાંગ્લાદેશને 6 વિકેટમાં 153 રન પર અટકાવી દીધું હતું. જે બાદ રોહીત શર્માની 85 રનની તોફાની ઈનિંગે ભારતને જીત અપાવી હતી અને ભારત સીરીઝમાં જીવંત થયું હતું.