મોદી સરકારની બીજી ઈનિંગમાં 6 રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી છે. આ પૈકી કેટલાક રાજ્યપાલોની બદલી કરાઈ છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા છે જ્યારે જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલની જવાબદારી અપાઈ છે. યુપીના રાજ્યપાલ રામ નાઈકને મોદી સરકારે બીજી કોઈ જવાબદારી આપી નથી.
હાલમાં આનંદીબેન મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. તેમની બદલી યુપીના રાજ્યપાલ તરીકે કરાઈ છે. જ્યારે બિહારના રાજ્યપાલ લાલજી ટંડનની બદલી મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કરાઈ છે.
રમેશ બૈસને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ફાગુ ચૌહાણની બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે નાગાલેન્ડમાં આર એન રવિને રાજ્યપાલ તરીકે નિમણૂંક અપાઈ છે.

