દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સિનિયર નેતા શિલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સૌથી વધારે 1998 થી 2013 સુધી 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યાં છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી બિમાર હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શિલા દીક્ષિત 1998 થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યાં. આ ઉપરાંત તેઓ 1984 થી 1989 સુધી ઉત્તરપ્રદેશના કનૌજથી સાંસદ પણ રહી ચૂક્યા છે. શિલા દીક્ષિત ગોલ માર્કેટથી 1998 અને 2003માં ચૂંટાયા હતા અને 2008માં તેઓ નવી દિલ્હીમાંથી ચૂંટાણી લડી.
શિલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો. તેમણે દિલ્હીની કોન્વેન્ટ ઓફ જીજસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો તેમજ દિલ્હી યૂનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓની સ્થિતી પર 5 વર્ષ ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય મંત્ર નીતીન ગડકરીએ સહિતના મોટા ભાગના નેતાઓએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું.
કોંગ્રેસના સિનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન થયું છે. તેમના નિધન પર દિલ્હી સરકારે બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, દિલ્હી સરકારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન પર 2 દિવસનો રાજકિય શોક ઘોષિત કર્યો છે. રવિવારે બપોરે 2.30 વાગ્યે શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે અને ત્યાં સુધી તેમના સમર્થકો તેમના નિવાસ સ્થાને શીલા દીક્ષિતના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકશે.

