ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળી લીધુ હતુ. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આરે કોલોનીમાં મેટ્રો શેડનું કામ અટકાવવામાં આવ્યું છે. રાજ્યમાં એક-એક પૈસાનો હિસાબ રાખવામાં આવશે. દિલીપ પાટીલની નવા પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે શનિવારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે. ઉદ્ધવ ઠાકરે આ દિવસે જ વિશ્વાસ મત સાબિત કરે તેવી શક્યતા છે. ઉદ્ધવે કહ્યું હતું કે હું પ્રથમ વખત મંત્રાલયમાં ગયો છું. જ્યાં મે સચિવો સાથે મુલાકાત કરી હતી અને એક-બીજા વિશે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મે અધિકારીઓને આદેશ આપ્યો છે કે કરદાતાઓના નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે.
7 ઓક્ટોબરના રોજ કોર્ટે વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મુક્યો હતો.
આરે કોલોનીમાં ઝાડને કાપવાના વિરોધમાં મુંબઈમાં મોટાપાયે આંદોલન થયું હતું. તે સમયે રાજ્ય સરકારમાં ભાગીદાર હોવા છતા શિવસેનાએ ઝાડને કાપવાનો વિરોધ કર્યો હતો. 4 ઓક્ટોબરના રોજ બોમ્બે હાઈકોર્ટે આરે કોલોનીને જંગલ જાહેર કરવા અને ઝાડને કાપવા પર પ્રતિબંધ મુકવા ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ આશરે 2000 ઝાડને કાપવામાં આવ્યા હતા. ત્યારબાદ સામાજીક કાર્યકર્તાઓએ ઝાડ કપાતા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 7મી ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે ઝાડ કાપવા પર પ્રતિબંધ મુક્યો હતો.
મહારાષ્ટ્ર આંદોલનના શહિદોને શ્રદ્ધાંજલિ આપી
કાર્યભાર સંભાળતા પહેલા ઉદ્ધવ હુતાત્મા ચોક ગયા હતા. જ્યાં તેમણે સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનમાં શહિદ થયેલા આંદોલનકારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે જયંત પાટીલ, છગન ભુજબળ, એકનાથ શિંદે અને બાલા સાહેબ થોરાટે પણ હતા. કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રાલયમાં લાગેલી છત્રપતિ શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકરની તસ્વીરને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમનો દિકરો અને શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોમન મિનિમમ પ્રોગ્રામના મુખ્ય મુદ્દાઓઃ
- રાજ્યમાં નોકરીઓમાં સ્થાનિક લોકોને 80 ટકા આરક્ષણ આપવા કાયદો લાવવામાં આવશે.
- દુષ્કાળગ્રસ્ત જિલ્લાના ખેડૂતોના દેવાને તાત્કાલિક માફ કરવામાં આવશે.
- ફસલ વીમા સ્કીમની સમીક્ષા કરવામાં આવશે અને નવી યોજના
- SRS સ્કીમ અંતર્ગત ઝૂંપડામાં રહેનાર લોકોને હવે 500 વર્ગ ફૂટના ઘટ આપવામાં આવશે. અત્યાર સુધી 30 વર્ગ ફૂટનું મળતુ હતું
- 10 રૂપિયામાં ગરીબોને ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ગરીબ પરિવારની દિકરીઓને મફત શિક્ષણ અને વ્યાજ વગરની લોન આપવામાં આવશે.
- કામકાજ કરતી મહિલાઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરાવમાં આવશે.
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
- સરકારી વિભાદોમાં તમામ ખાલી પદો ટૂંક સમયમાં ભરવામાં આવશે.

