રાજકોટમાં યલો એલર્ટ જાહેર, બપોરે 1થી 5 બહાર ન નીકળવા મનપા કમિશનરની લોકોને અપીલ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ આજે રાજકોટને યલો એલર્ટ જાહેર કર્યું છે. ગઇકાલે રાજકોટનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે પણ અસહ્ય ગરમીને કારણે પારો 42 ડિગ્રીને પાર થાય તેવી સંભાવના છે. તેમજ લોકોને બપોરે એકથી પાંચ વાગ્યા સુધી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. અને દિવસ દરમિયાન 20 લિટર પાણી પીવાની સલાહ આપેલ છે.