અધિકારીઓએ કહ્યું- ભારત પહેલા ફ્રન્ટ એરબેસ પરથી જેટ હટાવે, પછી એર સ્પેસ ખોલીશું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને કહ્યું કે જયાં સુધી ભારત તેના ફ્રન્ટ એરબેસ પરથી લડાકૂ વિમાન હટાવતું નથી, અમે કમર્શિયલ ફલાઈટ્સ માટે એર સ્પેસ ખોલીશું નહિ. એવિએશન સેક્રેટરી શાહરૂખ નુસરતે સીનેટની સ્થાઈ સમિતિને આ સૂચના આપી છે. હાલ ભારત તેની ઉડાનો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યું છે.

એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન એર સ્પેસને બંધ કરવામાં આવ્યું- રિપોર્ટ

14 ફેબ્રુઆરીએ કાશમીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોની ટુકડી પર આતંકવાદીઓએ હુમલો થયો હતો. આતંકવાદી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદે આ હુમલની જવાબદારી લીધી હતી. 250થી વધુ આતંકવાદીઓને મારી નાખવાનો દાવો કરવામાં આવ્યો છે. બાદમાં પાકે ભારતીય વિમાનો માટે એર સ્પેસ બંધ કરી દીધી.
26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાના બાલકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. 250થી વધુ આતંકવાદીઓ મર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બાદમાં પાકે ભારતીય વિમાનો માટે એર સ્પેસ બંધ કરી હતી.
એવિએશન સેક્રેટરી નુસરતે કહ્યું- વિભાગે ભારતીય અધિકારીઓને સૂચિત કર્યું છે કે પાકિસ્તાનની એર સ્પેસ હાલ પણ ભારતીય વિમાનો માટે બંધ છે. એ વાત ખોટી છે કે ભારત માટે પાકિસ્તાનની એર સ્પેસ ખોલવામાં આવી છે.
નુસરતે જણાવ્યું- ભારતીય એર સ્પેસ બંધ થવાથી થાઈલેન્ડથી પાકિસ્તાન આવનારા વિમાનો આજે પણ બંધ છે. આ જ રીતે મલેશિયા જનારી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફલાઈટો પણ કેન્સલ છે. આ બધાની વચ્ચે ભારતે પાકિસ્તાન સાથે એર સ્પેસ ખોલવા માટે સંપર્ક કર્યો હતો.