ઉતરાખંડમાં 96 વર્ષ પહેલાં ગંગા નદી ઋષિકેશના પ્રતિષ્ઠિત ‘લક્ષ્મણ ઝુલા’ પુલને શુક્રવારના દિવસે સુરક્ષા કારણોસર લોકો માટે બંધ કરી દેવાયો છે. 96 વર્ષ જૂના આ લટકતા બ્રીજ ઉપયોગ પદયાત્રીઓ અને દ્વિચક્રી વાહનો નદી પાર કરવા માટે કરતા હતાં.
રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ઓમ પ્રકાશે જણાવ્યું કે, લક્ષ્મણ ઝુલાં પુલના કેટલાક ભાગ ખરાબ સ્થિતિમાં હતો અને એ પદયાત્રીઓનો ભાર સહન કરવામાં અસક્ષમ હતો. તેમણે ઉમેર્યું કે, તાત્કાલિક અસરથી આ પુલ યાત્રીઓ માટે બંધ કરી દેવાયો છે. કારણ કે એ તૂટી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પદયાત્રીઓની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઋષિકેશનો લક્ષ્મણ ઝુલાં પુલ વિશ્વભરમાં જાણીતો છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ પુલ પર અનેક યાત્રીઓએ યાદગાર તસ્વીર ખેંચાવી છે, જેના કારણે આ સ્થળ ખ્યાતનામ છે. આ પુલનું નિર્માણ બ્રિટિશકાળ દરમિયાન 1923માં કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે રામના નાના ભાઈ લક્ષ્મણે આ જગ્યા પરથી ગંગા નદી પાર કરી હતી. એટલે આ પુલ અહીંયા બાંધવામાં આવ્યો છે.
લક્ષ્મણ ઝુલાં બ્રીજ પર અનેક હિન્દી ફિલ્મો અને સિરિયલોનું શુટિંગ થયું છે.

