પશ્ચિમ બંગાળ: ટીએમસીના નેતાઓ તેમની ભૂલો માટે પ્રજાની માફી માંગે: મમતા

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીમાં ખરાબ પછી પશ્ચિમ બંગાળની પાર્ટી ટીએમસીના નેતાઓ સતત પાર્ટીથી છેડો ફાડી રહ્યા છે, એવામાં રાજ્યની મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ પાર્ટીના તમામ નેતાઓને વિનમ્ર વલણ અપનાવી અને પોતાની ભૂલોની માફી માંગવા જણાવ્યું છે.

મમતા બેનરજીએ વિતેલા દિવસો દરમિયાન પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરી હતી, ઉલ્લેખનીય છે લોકસભા ચૂંટણીમાં હાર્યા પછી પાર્ટી સાથે તેમની આ પહેલી બેઠક માનવામાં આવે છે, જેમાં તેમણે પાર્ટી સભ્યોને પ્રજાનો સીધો સંપર્ક સાધવા જણાવ્યું હતું. બેઠકમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે, 2021 વિધાનસભામાં પાર્ટી સારુ પ્રદર્શન કરશે. તેમણે આ દરમિયાન કાર્યકર્તાઓને જણાવ્યું કે, પાર્ટી છોડીને ચાલ્યા ગયેલા લોકોને પાછા લાવવાનો પ્રયત્ન કરો.

વર્ષોથી એકહથ્થુ શાસન ચલાવ્યા પછી પશ્ચિમ બંગાલમાં લોકસભા ચૂંટણી 2019 પછી વાતાવરણ બદલાઇ ગયું હતું, રાજકીય પરિસ્થિતિઓ ભાજપાના પક્ષમાં જોતા મમતા સક્રિય બન્યા અને આગામી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા હતા. આ સિવાય તેમણે પાર્ટીના નેતાઓને ભ્રષ્ટાચારથી દૂર રહેવા માટે ચેતવ્યા હતા.