તાજેતરમાં હોન્ડાએ ભારતમાં પોતાની સિડાન Civic લોન્ચ કરી દીધી છે. Honda Civic 7 વર્ષ પછી બજારમાં કમબેક કર્યુ છે. નવી Honda Civicની એક્સ શો રૂમની કિંમત 17.69 લાખથી 22.29 લાખ રૂપિયાની વચ્ચે છે. આ પ્રીમિયમ કારને પાંચ વેરિયન્ટ અને 2 એન્જિન ઑપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. 2019 Honda Civicને 2018 Auto Expoમાં રજૂ કરવામાં આવી હતી. નવી Honda Civicમાં 1.8 લીટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6500 rpm પર 139 bhpનો પાવર અને 4,300 rpm પર 174 nm પીક ટૉર્ક જનરેટ કરે છે. ખાસ વાત એ છે કે, આ વખતે સિવિકને ડિઝલ એન્જિન સાથે પણ રજૂ કરવામાં આવી છે. આમાં 1.6 લીટર i-DTEC ડીઝલ એન્જિન છે. આ એન્જિન 4,000 rpm પર 118bhpનો પાવર અને 2,000 rpm પર 300 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. પેટ્રોલ એન્જિનમાં CVT ગિયરબોક્સ જ્યારે ડિઝલ એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે.
આ એક્ઝક્યૂટિવ સિડાનમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઑટોની સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કન્ટ્રોલ, 8-વે એડજેસ્ટેબલ ડ્રાઈવર સીટ, ઈલેક્ટ્રૉનિક સનરૂફ, ડ્યૂઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ અને સ્માર્ટ કી એન્જિન ઑન/ ઑફ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. કારમાં 7 ઈંચની ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને પુશ-બટન સ્ટાર સિસ્ટમ પણ છે. સેફ્ટીની વાત કરીએ તો Honda Civicમાં તમામ વેરિયન્ટમાં 4 એરબેગ્સ, એબીડીની સાથે ABS, વ્હીકલ સ્ટેબિલિટી અસિસ્ટ, ઑટો બ્રેક હોલ્ડની સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, હિલ સ્ટાર્ટ અસિસ્ટ અને પાર્કિંગ સેન્સર્સની સાથે રિવર્સ કેમેરા આપવામાં આવ્યો છે. ટૉપ વેરિયન્ટમાં 6 એરબેગ્સ મળે છે. Honda Civic એકદમ નવા લુકમાં આવી છે. તેનું ફ્રન્ટ ખૂબ જ શાર્પ દેખાઇ રહ્યુ છે. કારમાં એંગ્યુલર બમ્પર અને LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. Civicનો રિયર લૂક પણ સંપૂર્ણ રીતે બદલવામાં આવ્યો છે. આમાં સી શેરમાં LED ટેલલાઇટ્સ છે. કાર પર ફાસ્ટબેક રૂપલાઇન છે, જે બૂટરમાં પરિવર્તિત થઇ જાય છે. નવી Civicમાં આવેલા 5 સ્પોક 17 ઇંચ ડાયમંડ કટ એલૉય વ્હીલ્ઝ, સ્લીક આઉટ સાઈડ રિયર વ્યૂ મિરર (ORVM) અને શાર્ક-ફિન એન્ટિના તેના લૂકને ઘણો શાર્પ બનાવે છે.