ઇઝરાયેલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં આરોપ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઇઝરાયેલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનાં આરોપ

ઇઝરાયેલનાં એટોર્ની જનરલે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ત્રણ અલગ-અલગ મામલામાં લાંચ,છેંતરપિંડી,અને વિશ્વાસઘાતનાં આરોપો લગાવ્યા છે. નેતન્યાહુ પર આરોપ છે કે તેમણે ધનવાન વ્યાપારીઓ પાસેથી ભેટ-સોગાદો રૂપે અને પોતાની પાર્ટીને વધુ પ્રેસ કવરેજ મળે તે માટે પક્ષપાત કર્યો હતો. નેતન્યાહુએ તેમના પર લગાવવામાં આવેલા આ તમામ આરોપોનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે તેમને ડાબેરી વિરોધી અને મિડિયાએ શિકાર બનાવ્યા છે. તેમણે ભારપુર્વક કહ્યું કે તેઓ રાજીનામુ નહીં આપે અને આવું કરવા માટે કાયદાકિય રીતે બાધ્ય પણ નથી