ફોર્બ્સે અમદાવાદી બિલિયોનેર્સની યાદી જાહેર કરીઃ ગૌતમ અદાણી નં. 1

ગુજરાત મુખ્ય સમાચાર

વિશ્વપ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિને તેના તાજેતરના અંકમાં પહેલીવાર અમદાવાદના બિલિયોનેર્સની યાદી પ્રસિદ્ધ કરી છે. સ્વાભાવિક છે કે, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી 8.7 બિલિયન ડોલર્સ એટલે કે રૂ. 596 અબજની નેટવર્થ સાથે તેમાં પ્રથમ ક્રમે આવ્યા છે. આ યાદીમાં મોટાભાગે તો અપેક્ષા મુજબના જ નામો જેમ કે, નિરમાવાળા કરસનભાઈ, ટોરેન્ટ જૂથના સુધીર અને સમીર મહેતા, ઈન્ટાસ ફાર્માના બિનિશ હસમુખ ચૂડગર અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ સામેલ છે. અલબત્ત આમાં ભદ્રેશ શાહ (એઆઈએ એન્જિ.), અચલ બકેરી (સિમ્ફની) અને સંદીપ એન્જિનિયરનો (એસ્ટ્રલ) સમાવેશ અમદાવાદ શહેર માટે વધુ ગૌરવ લઈને આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફોર્બ્સની યાદીમાં જોઈએ તો ભારતની અંદર ફક્ત મુંબઈ, દિલ્હી અને બેંગ્લુરુ જ અમદાવાદ કરતા વધુ બિલિયોનેર્સ ધરાવે છે.