આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ ‘પ્રજા વેદિકા’ બિલ્ડિંને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારથી બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંદ્રબાબુ નાયડૂ અત્યારે ‘પ્રજા વેદિકા’માં જ રહે છે. થોડા દિવસ પહેલાં ચંદ્રબાબુ નાયડૂએ જગમોહન રેડ્ડીને પત્ર લખ્યો હતો અને ‘પ્રજા વેદિકા’ને સરકારી આવાસ જાહેર કરવાની માગ કરી હતી.
વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે એન.ચંદ્રબાબુ નાયડુના અમરાવતી આવસ પ્રજા વેદિકાને પોતાના હસ્તક લઈ લીધો છે. તેલુગૂ દેશમ પાર્ટીએ આને બદલાની કાર્યવાહી ઘોષિત કરી છે. વિપક્ષે આરોપ લગાવ્યો કે, સરકાર પૂર્વ મુખ્યમંત્રી માટે કોઈ સદભાવના નથી દર્શાવતી, કારણ કે, એમના સામાનને અમરાવતીના ઉંદાવલ્લી ધરની બહાર ફેંકી દેવામાં આવ્યો છે.
ચંદ્રબાબુ નાયડુ કૃષ્ણા નદીના કિનારે ઉંદાવલ્લી સ્થિત આ આવાસમાં ત્યારથી રહે છે જ્યારથી આંધ્ર પ્રદેશએ પોતાનું પ્રશાસન હૈદરાબાદથી અમરાવતી શિફ્ટ કર્યુ છે. હૈદરાબાદ હવે તેલંગણાની રાજધાની બની ગયું છે.પ્રજા વેદિકાનું નિર્માણ સરકારે આંધ્ર પ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણને આધારે તત્કાલીન મુખ્યમંત્રી આવાસના રૂપે કર્યું હતું. પાંચ કરોડ રૂપિયામાં બનેલા આ આવાસનો ઉપયોગ નાયડૂ આધિકારીક કાર્યોની સાથે પાર્ટીની બેઠકો માટે કરતા હતા.
નાયડૂએ આ મહિનાની શરૂઆતમાં વાઈ.એસ.જગન મોહન રેડ્ડીને પત્ર લખીને આ બિલ્ડિંગનો ઉપયોગ બેઠકો માટે કરવાની માગ કરી હતી. એમણે સરકારને આગ્રહ કર્યો હતો કે, તે આને વિરોધપક્ષનું આવાસ જાહેર કરી આપે. પરંતુ સરકારે શુક્રવારે પ્રજા વેદિકાને પોતાના હસ્તક કરવાનો નિર્ણય લીધો અને જાહેર કર્યું કે, કલેક્ટરોનું સંમ્મેલન ત્યાં થશે. પહેલાં આ સમ્મેલન રાજ્ય સચિવાલયમાં થવાનું નક્કી હતું. નાયડૂ અત્યારે પોતાના પરિવારના સભ્યો સાથે વિદેશમાં રજા માણી રહ્યા છે.

