મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતને લઇન ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના યુવા ખેલાડી સમીર વર્મા મલેશિયા ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયો છે. તે પહેલા રાઉન્ડમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ડીનના શિ યુકીએ હરાવીને બહાર કરી દીધો છે. મધ્યપ્રદેશના સમીરે ગત વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં શિ યુકીને હરાવ્યો હતો. સમીરે તેને 65 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 20-22, 23-21, 12-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

