વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલે કેપ્ટન કોહલીને પણ પાછળ છોડ્યા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વર્ષ 2020માં 500+ રન બનાવી રચ્યો ઈતિહાસ

ખેલ-જગત

ભારતીય ટીમનાં નવા વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલ આ વર્ષનાં સર્વાધિક રન બનાવનાર ટોપનાં 5 બેટ્સમેનોની યાદીમાં સામેલ છે. અને આ બેટ્સમેનની યાદીમાં ભારતનાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલ પછી કેપ્ટન વિરાટ કોહલી નંબર બે પર છે. કોહલીએ 11 આંતરરાષ્ટ્રીય મેચોમાં 43.88ની રનરેટ પર 395 રન બનાવ્યા છે, આ દરમ્યાન તેમનો ટોપ સ્કોર 89 રનનો રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં 0-5થી અજેય જીત પછી ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડે મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યર અને ન્યૂઝીલેન્ડની તરફથી રોસ ટેલરે સદી ફટકારી હતી. જ્યારે ભારત તરફથી કેએલ રાહુલ બીજા ટોપ સ્કોરર રહ્યા હતા. તેમણે પાંચમાં નંબર પર ઉતરીને 64 બોલ પર વિસ્ફોટક 88 રનની ઈનિંગ ફટકારી હતી. ટીમ ઈન્ડિયા ભલે મેચ હારી ગઈ હોય, પરંતુ કેએલ રાહુલની ઈનિંગ પ્રશંસનીય રહી હતી. કેએલ રાહુલ એક ધમાકેદાર ઓપનર છે. રાહુલે આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. એટલું જ નહી તેમણે આ વર્ષે 500 થી વધુ આતંરરાષ્ટ્રીય રનોનાં આંકડા પાર કરવાવાળા એક માત્ર સફળ બેટ્સમેન છે.

રાહુલે આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. એટલું જ નહી તેમણે આ વર્ષે 500 થી વધુ આતંરરાષ્ટ્રીય રનોનાં આંકડા પાર કરવાવાળા એક માત્ર સફળ બેટ્સમેન છે. આ વર્ષે કેએલ રાહુલે અત્યાર સુધી 12 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમની 11 ઈનિંગમાં 61.88નાં સ્ટ્રાઈક રેટ પ્રમાણે 557 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેમનો ટોપ સ્કોર 88 રહ્યો છે. તેનો સ્ટ્રાઈક રેટ 130.44 રહ્યો છે. કેએલ રાહુલે આવર્ષે અત્યાર સુદી 4 વનડે અને 8 ટી 20 મેચ રમી છે. જેમાં 78.00 નાં સ્ટ્રાઈક રેટથી 234 રન અને ટી-20માં 53.83ની સ્ટ્રાઈક રેટથી 323 રન બનાવ્યા જેમાં ટોપ સ્કોર 57 રનનો છે, જેમાં અણનમ રહ્યા છે.