સાઉથની ફિલ્મોમાં એક થી એક ચડિયાતી અભિનેત્રીઓ છે જેમાં શ્રુતિ હસન, નયનતારા જેવી અભિનેત્રીઓનો દબદબો છે. તો બીજી એક એકટ્રેસ ધીરે ધીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનો કબ્જો જમાવી રહી છે. આ એકટ્રેસ બીજુ કોઈ નહી હમસા નંદિની છે. પોતાના ગીતોથી અને ઠુમકાઓથી ટક્કર આપતી આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
હમસા નંદિની એક સારી ડાન્સર પણ છે. આજ કારણે આજે તેની પાસે ફિલ્મોનો ઢગલો છે તેને ફિલ્મોમાં લેવા માટે નિર્માતાઓ પડાપડી કરે છે. ખુબજ ઓછા સમયમાં આ અભિનેત્રીએ તેનો જાદૂ ચારેકોર ચલાવ્યો છે. મોટા ભાગે હમસા આઇટમ સોન્ગ કરવાનું પસંદ કરે છે.
ફિલ્મોમાં આઇટમ તરીકે જાણીતી આ અભિનેત્રીને આ ટેગથી નફરત છે. તે કહે છે મને ડાન્સ કરવો ગમે છે કેમાં આઇટમ ગર્લનો ટેગ લગાડવાની શું જરૂર છે.
સાઉથમાં તાપસી પન્નૂ, હંસિકા મોટવાની તમન્ના ભાટિયા આઈટમ સોન્ગ કરી ચુકી છે તે સૌ પર આ અભિનેત્રી ભારે પડી છે તેમ કહી શકાય.
હમસા તેના એક સોન્ગ માટે 25 લાખની ફી વસુલે છે. હમસા બોલિવૂડમાં પણ પોતાનું નશીબ અજમાવી ચુકી છે. 2006માં આવેલી બિપાશા બસુની ફિલ્મ કોર્પોરેટમાં તે જોવા મળી હતી.

