વર્ષ 2005માં ફિલ્મ લકી, નો ટાઇમ ફોર લવથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સ્નેહા ઉલ્લાલનો આજે 32મો જન્મ દિવસ છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે નજરે પડેલી લકી ગર્લ ભલે હાલ પડદાથી દૂર છે પરંતુ લકીમાં તેને એવી ધૂમ મચાવી હતી કે આજે પણ લોકો તેના તે ચહેરાને ભૂલી શક્યા નથી. તેના લુક્સની તુલના હંમેશાથી એશ્વર્યારાય બચ્ચનથી કરવામાં આવતી હતી. એવામાં આજે તેના જન્મ દિવસે તેના વિશે ખાસ વાતો જાણીએ.
ફિલ્મ લકીથી તેનું ફિલ્મી કરિયરની શરૂઆત કર્યા બાદ સ્નેહા અચાનક ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગઇ. આ દરમિયાન કોઇને ખબર ન હતી કે તે ક્યાં છે. પરંતુ તે ફરીથી મોટા પડદા પર ફરી ત્યારે જણાવ્યું કે તે એક ગંભીર બીમારીની ઝપટમાં આવી ગઇ હતી. જેને લઇને તે ન તો વધારે સમય ઉભી રહી શકતી અને ન તો ચાલી શકતી હતી. જેને લઇને તેને ફિલ્મી દુનિયાથી દૂર જવું પડ્યું હતું.
જોકે, થોડાક વર્ષો બાદ તેને પરત ફિલ્મી દુનિયા આવી. પરંતુ તેને બોલિવુડમાં તે જગ્યા ન મળી શકી, એવામાં સ્નેહાએ સાઉથ ફિલ્મો કરવા લાગી. જણાવી દઇએ કે વર્ષ 2015માં આવેલી બોલિવુડ ફિલ્મ બેજુબા ઇશ્કમાં સ્નેહાને છેલ્લી વખત જોવા મળી હતી. વાત કરીએ સ્નેહાના કરિયરની તો એવું કહેવામાં આવે છે કે એશ્વર્યા રાયથી બ્રેકઅપ બાદ સલમાન ખાને તેનું એશ્વર્યા જેવું લુક્સ હોવાના કારણે તેની ફિલ્મમાં લીધી હતી.
વાત કરીએ સ્નેહાના શોખની તો તે સાપ પકડવાનો શોખ રાખે છે. સ્નેહાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને જાનવરો તેમજ ખાસ કરીને સાંપથી ખૂબ લગાવ છે. તેણે ઘણા સાપ પકડ્યા છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં તે સાપ પકડી ચૂકી છે. તે બીમારી દરમિયાન પણ સલમાનના ટચમાં રહી અને રિકવરી બાદ પણ તેને તેના કરિયરને લઇને સલાહ લેતી રહી.

