ઘણી હીરોઈન આજના બધા મુદ્દા પર બેબાક પોતાના નિવેદનો રાખે છે અને એમાંથી જ એક એટલે રાધિકા આપ્ટે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને ફિલ્મ જગતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હશે. રાધિકા આપ્ટેને પણ ફિલ્મમાં રોલ માટે સેક્સની ઓફર કરવામાં આવી હતી.
કાસ્ટિંગ કાઉચના કિસ્સા સંભળાવતા રાધિકા આપ્ટે જણાવ્યું કે ‘એક વખત એક પ્રોડ્યૂસરનો મારી પર ફોન આવ્યો. એેણે કહ્યું કે અમે એક બોલિવૂડ ફિલ્મ કરી રહ્યા છે અને તમે ફિલ્મના હીરો સાથે મીટિંગ કરી લો પરંતુ તમે એની સાથે સૂઇ તો જશો ને. પ્રોડ્યૂસરની વાત સાંભળીને મે એે ના પાડી દીધી.’
આગળ રાધિકાએ જણાવ્યું કે ‘હું કાસ્ટિંગ કાઉચની ઘણી બધી ઘટનાઓ માટે જાણું છું. ઘણા લોકોને એનો સામનો પણ કરવો પડ્યો છે. એક વખત એક સાઉથના એક્ટરે મને મારા રૂમમાં ફોન કર્યો અને ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે મે એને ખખડાવ્યો તો બાદમાં એને મારી સાથે ઝઘડો કર્યો.

